Published on 2018-09-11 BHOPAL
img

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં નર્મદાની માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિઓ ગાયત્રી પરિવાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવા અનોખા પ્રારંભની શરૂઆત ગાયત્રી પરિવારે કરી છે. ગણેશચતુર્થી આવવામાં હવે થોડા દિવસો જ બાકી છે. આથી મૂર્તિ ઘડનારા ભગવાન ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં લાગી ગયા છે. ૧૩ સપ્ટેંબરના રોજ ઘરે ઘરે ગજાનન બિરાજમાન કરવામાં આવશે. દરમિયાન માટીના ગણપતિ બનાવવા માટે વિવિધ સામાજીક સંગઠનો ના ભકતોને તાલિમ આપવામાં આવી રહી છે.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે પણ લોકોને માટીના ગણપતિ ઉપલબ્ધ કરાવવાનું બીડું ઉઠાવ્યું છે.એમપી નગર ખાતે આવેલી ગાયત્રી શક્તિપીઠમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે માટીમાંથી ગણપતિ બનાવવા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યોતિષાચર્યોના મંતવ્ય મુજબ શાસ્ત્રમત અનુસાર માટીને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. આથી જ માટીના ગણપતિ ઘરોમાં અને મંડપોમાં સ્થાપિત કરવા એ વિશેષ ફળદાયી છે.

જ્યોતિષાચર્યોનું મંતવ્ય છે કે પીઓપીની મૂર્તિઓ પૂજા યોગ્ય હોતી નથી. કારણ કે તેમાં કેટલાયે જાતના કેમિકલો અને ઝેરી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. પીઓપી ની મૂર્તિઓ પર્યાવરણને પ્રદુષિત કરે છે, કારણ કે તળાવોમાં વિસર્જન બાદ આવી મૂર્તિઓ ઓગળી જતી નથી . કેમિકલ-પદાર્થોના પ્રભાવથી જળચરો મરી જાય છે.

ગાયત્રી પરિવાર દ્વારા કીઓ પણ પ્રકારના કેમિકલ વગરની નર્મદા નદીની માટીમાંથી બનેલી મૂર્તિઓ શ્રદ્ધાળુંઓને આપવામાં આવશે. સાથોસાથ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે પીઓપીની મૂર્તિઓના બદલે ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિઓ જ બિરાજમાન કરવાની અપીલ કરવામાં આવશે.


Write Your Comments Here:


img

anganwadi स्कूल मैं जाके गायत्री मंत्र और गायत्री माँ के चम्त्कार् के बारे मैं बताया

मैं यशवीन् मैंने आज राजस्थान के barmer के बालोतरा मैं anganwadi स्कूल मैं जाके गायत्री माँ के बारे मैं बच्चों को जागरूक किया और वेद माता के कुछ बातें बताई और महा मंत्र गायत्री का जाप कराया जिसे आने वाले.....

img

युग निर्माण हेतु भावी पीढ़ी में सुसंस्कारों की आवश्यकता जिसकी आधारशिला है भारतीय संस्कृति ज्ञान परीक्षा -शांतिकुंज प्रतिनिधि आ.रामयश तिवारी जी

वाराणसी व मऊ उपजोन की *संगोष्ठी गायत्री शक्तिपीठ,लंका,वाराणसी के पावन प्रांगण में संपन्न* हुई।जहां ज्ञान गंगा की गंगोत्री,*महाकाल का घोंसला,मानव गढ़ने की टकसाल एवं हम सभी के प्राण का केंद्र अखिल विश्व गायत्री परिवार शांतिकुंज,हरिद्वार* से पधारे युगऋषि के अग्रज.....

img

Yoga Day celebration

Yoga day celebration in Dharampur taluka district ValsadGaytri pariwar Dharampur.....