Published on 2018-09-01 BANAS KANTHA

વડાવળ માં વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત   વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો 

માલગઢ  અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દેશભરમાં વૃક્ષ ગંગા અભિયાન અંર્તગત તરુ રોપણ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાયત્રી પરિવાર માલગઢ દ્વારા ડીસા તાલુકાના વડાવળ ગામ માં આવેલી સરકારી માધ્યમિક શાળામાં પર્યાવરણ રક્ષણ ના રૂપ માં તરુણ રોપણ મહાયજ્ઞનું આયોજન તારીખ 31/ 8 /2018 ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું               આ મહાયજ્ઞમાં યાજક આહુતિ ના રૂપમાં તરુ ને પુત્ર કે મિત્ર તરીકે સ્વીકારી તેનું રોપણ કર્યું હતું તથા તેનું સિંચન દ્વારા રક્ષણ કરવાની જવાબદારી લીધી હતી આ યજ્ઞમાં વડોદરા ગાયત્રી પરિવાર ના કિરીટભાઈ પટેલ ઉપસ્થિત રહી વેદાંત મંત્રો દ્વારા તરુદેવ વરુણદેવ, સૂર્યદેવ અને ગાયત્રી મંત્રની વિશેષ આહુતિ અર્પિત કરવામાં આવી હતી આ મહાયજ્ઞમાં પર્યાવરણ તથા અધ્યાત્મનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો જેથી આ પ્રકારના અનોખા મહાયજ્ઞ ને લઇ ગ્રામજનો અને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો   
         આ તરુ રોપણ મહાયજ્ઞ થી વડાવળ માધ્યમિક શાળામાં 108 વુક્ષનું રોપણ કર્યું અને વડાવળ ગામ ને ગ્રીન ઝોન બનાવવાનો વડીલો યુવાનો અને બાળકો એ સંકલ્પ કર્યો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં પધારેલા ગામના યુવાનો વડીલો આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી પરિવાર માલગઢ ના પરિજનો સહિત શાળાના બાળકો એ ખુબ સારી જહેમત ઉઠાવી હતી ત્યારે આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહયોગ શાળાના આચાર્ય આસિફ ભાઈ શિક્ષક કિશોરભાઈ તથા ગામના યુવાન મેરાજભાઇ દેસાઈ દ્વારા પૂરો પાડવામાં ત્યારે બાળકો વડીલો સહિત ઉપસ્થિત દરેક જણે પોતાના હાથે તરૂ રોપણ કર્યુ હતું Normal 0 false false false EN-US X-NONE HI /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:8.0pt; mso-para-margin-left:0in; line-height:107%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Mangal; mso-bidi-theme-font:minor-bidi; mso-bidi-language:AR-SA;}


Write Your Comments Here:



Warning: Unknown: write failed: No space left on device (28) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct (/var/lib/php/sessions) in Unknown on line 0