Published on 2018-09-29
img

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા "વ્યસન મુક્તિ આંદોલન”નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશ નો  ઉદ્દેશ્ય માનસિક ગુલામીમાં ફસાયેલા નશાના ગુલામ નાગરિકોને વિનાશથી બચાવીને રાષ્ટ્રના નવ સર્જનમાં લગાવવાનો છે.

૨ ઓક્ટોબર ૨૦૧૮ ના દિવસે મહાત્મા ગાંધીનો ૧૫૦ મો જન્મદિવસ છે. પૂજ્ય બાપુએ ૮ ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે 'અંગ્રેજો ભારત છોડો'ની હાકલ કરી હતી, તેની એટલી જબરદસ્ત અને વ્યાપક અસર પડી કે પાંચ વર્ષ બાદ જ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજો ઉંધા પગે ભાગીને ઊભા રહી ગયા. ત્યારે આપણો દેશ ફિરંગીઓનો ગુલામ હતો, તેમાંથી તો મુક્તિ મળી ગઈ પણ વિડંબના એ છે કે આજે સ્વતંત્ર દેશના નાગરિક માનસિક ગુલામીમાં ફસાઈને નશાના ગુલામ બની ગયા છે. અબાલવૃદ્ધ દરેક આ નારકીય ચક્રમાં ફસાઈને ખૂદ પોતાને અને સાથોસાથ આખા દેશને અપૂરણીય ક્ષતિ પહોંચાડી રહ્યાં છે. કોઈ પણ રાષ્ટ્રની સહુથી મોટી સંપત્તિ તેના નાગરિકો છે અને દેશના નાગરિક મદહોશ થઇ ચૂક્યા હોય તો એ દેશનું શું થશે તે પ્રશ્ન વિચારણીય છે. ઈતિહાસ સાક્ષી છે કે અનેક દેશ, જાતિઓ અને સભ્યતાઓ નશાના કુચક્રમાં ફસાઈને પોતાનું પતન નોતરી ચૂકી છે આથી હવે સમય પાકી ગયો છે કે આપણે આપણા દેશની જનતાને આ મહાદેત્યના વિનાશથી બચાવીને રાષ્ટ્રના નવસર્જનમાં લગાવીએ. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા તેના વ્યસનમુક્ત ભારત આંદોલન અંતર્ગત રાષ્ટ્રપિતા બાપુની ૧૫૦મી જયંતી પર 'નશા ભારત છોડો' અભિયાનનો પ્રારંભ કર્યો છે.

૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સવારથી સાંજ સુધીના કાર્યક્રમોની વિગતો આ વિડિઓમાં આપવામાં આવી છે. સવારે ૫.૩૦ થી ૭.૩૦ સુધી વ્યસનમુક્ત ભારત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે જેમાં વ્યસન મુક્તિ માટે કાર્ય કરી રહેલા અન્ય સંગઠનોને પણ આપણી સાથે સામેલ કરો. સવારે રઘુપતિ રાઘવ રાજારાજમ, વૈષ્ણવજન તો - જેવા ગીતો અને નારા ગજાવતા ગજાવતા અલખ જગાવીને પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવે.

બપોરના કાર્યક્રમમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના નશા જેવા કે પાન, ગુટકા, શરાબ આદિના કારણે પેદા થયેલી ગંદકીનાં સ્થાનોની સફાઈ કરવામાં આવે. 'સ્વચ્છ ભારત’ માટે જન જાગરણનું કાર્યપણ અન્ય સંગઠનોની સાથે મળીને કરવામાં આવે. અંતમાં સ્વચ્છતા માટેનો સંકલ્પ કરાવવામાં આવે. અંતમાં સ્વચ્છતા માટેનો સંકલ્પ કરાવવામાં આવે. સંધ્યાકાળની સભામાં શહેરના વિવિધ સામાજીક, ધાર્મિક સંગઠનોના પ્રમુખોને આમંત્રણ આપીને 'નશા ભારત છોડો' માટે સંક્ષિપ્ત  અપીલ કરાવવામાં આવે. એવો પણ આગ્રહ કરવામાં આવે કે તેઓ પોતાના સમાજને 'નશામુક્ત' સમાજ ઘોષિત કરે, જેથી જુદા જુદા સામાજીક અને ધાર્મિક કામકાજો વખતે નશો સંપૂર્ણપણે પ્રતિબંધિત થાય. સમાજને વ્યસન થી બચાવો અને સર્જનના કાર્યોમાં લગાવો-એવો અનુરોધ કરવામાં આવે.

દીપ યજ્ઞમાં સામૂહિક સંકલ્પ પણ કરાવવામાં આવે તેમજ નશામુક્ત લોકોનું અભિનંદન કરવામાં આવે. ૨ ઓક્ટોબર ૨૦૧૮થી લઈને ૨ ઓક્ટોબર ૨૦૧૯ એક વર્ષની સંઘબદ્ધ નશામુક્તિ કાર્ય યોજનાની ઘોષણા પણ કરવામાં આવે.

કાર્યક્રમનું આયોજન ગાયત્રી શક્તિપીઠ, પ્રજ્ઞાપીઠ અથવા કોઈ પણ સાર્વજનીક સ્થળ પર કે જ્યાં આમજનતાને પહોંચવાની સુવિધા હોય તેવી જગ્યાએ કરવામાં આવે.

આયોજનની સૂચના સ્થાનિક પ્રશાસનને પત્ર દ્વારા અવશ્ય આપવી જરૂરી છે.


Write Your Comments Here:


img

Weekly Yagya

In the village of Sarhila weekly yagya is regularly held and many people are becoming part of this yagya......

img

साप्ताहिक यज्ञ

पिछले एक वर्ष से समस्तीपुर जिले के सरहिला ग्राम में सुश्री मनोरमा जी के तत्वाधान में साप्ताहिक यज्ञ का आयोजन किया जा रहा है। प्रत्येक दिन लगभग 20-25 लोग इस यज्ञ में शामिल होते हैं। समय समय पर अनुष्ठान भी.....

img

नौ कुण्डी यज्ञ

मोंटफोर्ट इंटरकालेज लक्सर संस्थापक श्री यशवीर चौधरी जी द्वारा अपने नए हाल का शांतिकुंज के आये टोली के माध्यम से नौ कुंडी यज्ञीय परिवेश में अपने हाल एवं ऑफिस का उद्दघाटन किया।.....